ચિત્રકાર

Posted: ફેબ્રુવારી 8, 2016 in અવર્ગીકૃત

ઇટાલીના મિલાન શહેરમાં રહેતા એક ચિત્રકારને વિચાર આવ્યો કે મારે ભગવાન જેવું જીવન જીવતા માણસનું ચિત્ર દોરવું છે…
આ માટે એ એવા ચહેરાની શોધમાં નિકળ્યો જે ભગવાન જેવો નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હોય…
બહુ શોધખોળના અંતે એક નાના બાળક પર તેને પોતાની પસંદગી ઉતારી,
5-6 વર્ષનું આ બાળક ખરેખર ભગવાન જેવું જ નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હતું
પેલા ચિત્રકારે આ બાળકનું ચિત્ર બનાવ્યુ અને નામ આપ્યુ ” God in man “.
વર્ષો પછી આ ચિત્રકારને પોતાની વૃધ્ધાવસ્થામાં દુનિયાને એક બીજુ ચિત્ર આપવાની પણ ઇચ્છા થઇ કે દુનિયાને શયતાનનો પણ પરિચય કરાવવો છે અને શયતાન જેવું જ જીવન જીવતા માણસનું ચિત્ર બનાવવું છે.
આ માટે એ શયતાની ચહેરાની શોધમાં નિકળ્યો.
જેલમાં સજા કાપી રહેલા અને લોકોની હત્યાના આરોપીને એણે આ ચિત્ર માટે પસંદ કર્યો.
પેલા કેદીને આ વાતની ખબર પડી ત્યારે તે રડવા માંડ્યો.
બધાને આશ્વર્ય થયુ કે આ રડે છે કેમ ?
જ્યારે ચિત્રકારે કેદીને રડવા માટેનું કારણ પુછ્યુ ત્યારે પેલા કેદીએ એટલું જ કહ્યુ કે ” ચિત્રકાર મહાશય તમે મને ભુલી ગયા છો પણ મને તમારો ચહેરો બરોબર યાદ છે…
વર્ષો પહેલા ભગવાનનું ચિત્ર દોરવા માટે તમે જે બાળકની પસંદગી કરી હતી તે હું જ છુ.”
આ વાર્તા નહી વાસ્તવિકતા છે…
બધા જ બાળકો નિર્દોષ , નિખાલસ અને પ્રેમાળ જ હોય છે એને હિટલર કે ગાંધી આપણે જ બનાવીએ છીએ.
આપણા વર્તનને કારણે કોઇ પરમાત્માથી શયતાન બનવા તરફ આગળ ન વધે એટલું ધ્યાન રાખીએ તો પણ ઉપરવાળાનો ચહેરો મલકી ઉઠશે અને માણસને શયતાન બનાવવાનું કામ કરતા હોઇશું તો મંદિરની આરતી , મસ્જીદની નમાજ કે ચર્ચની પ્રેયર પણ પરમાત્માના ચહેરા પરની વેદના દુર નહી કરી શકે…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s