તમારી આંખના ચશ્મા દૂર કરવાના રામબાણ નુસખા
=====================================

ઘી, બદામ, કેળાનો આ રીતે કરો USE, ઉતરી જશે વર્ષોથી લાગેલા ચશ્મા….
જનહિતમાં શેર જરૂર કરજો….

નાની ઉંમરમાં જ ચશ્મા આવી જવા આજકાલ એક સામાન્ય બાબત બની ગઈ છે. આ સમસ્યાથી પરેશાન લોકો તેને મજબૂરી માનીને હમેશાં માટે અપમાની લે છે. પરંતુ આ એક ભ્રમ છે કે એકવાક ચશ્મા આવી ગયા બાદ તે ફરીવાર ઉતરી શકતા નથી. આંખો પર ચશ્મા આવવાનું મુખ્ય કારણ આંખોની સારી રીતે દેખભાળ ન કરવી અને ભોજનમાં પોષક તત્વોની ખામી અથવા અનુવાંશિક કારણ હોય છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો અમે તમને બતાવી રહ્યા છીએ કેટલાક દેશી નુસખા જેને અપનાવીને તમે ચશ્માથી મુક્તિ મેળવી શકો છો.

તમારી આંખના ચશ્મા દૂર કરવાના રામબાણ નુસખા જાણવા આગળ વાંચો…

-બદામની ગિરી, મોટી વરિયાળી અને સાકરને સરખી માત્રામાં મેળવી લો. રોજ આ મિશ્રણને એક ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથે રાતે સૂતી વખતે લો. આવું કરવાથી થોડાક જ સમયમાં તમને તમારી આંખની રોશની તેજ લાગવા લાગશે.

-આંખોને દરેક પ્રકારના રોગ જેવા કે પાણી પડવું, આંખો આવવી, આંખોની દુર્બળતા વગેરે થાય ત્યારે રાત્રે આઠ બદામ પલીળીને સવારે પીસીને પાણીમાં મેળવીને પી જાઓ. તમારી સમસ્યાઓ દૂર થવા લાગશે.

-કાનપટ્ટી ઉપર ગાયના ઘીથી હળવા હાથે રોજ થોડીવાર મસાજ કરવાથી આંખોની રોશની પાછી આવી જાય છે અને આંખોનું તેજ વધે છે.
-એક ચણાના દાણા જેટલી ફટકડીને સેકીને સો ગ્રામ ગુલાબજળમાં નાંખીને રોજ રાતે સૂતી વખતે આ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખમાં નાંખો સાથે જ પગના તળિયા ઉપર ઘીની માલિશ કરો, તેનાથી ચશ્માના નંબર ઓછા થઈ જાય છે.

-કેળા અને શેરડી ખાવી આંખો માટે ગુણકારી માનવામાં આવે છે. જો તમને આંખો સંબંધી કોઈપણ સમસ્યા રહેતી હોય તો શેરડીનો રસ પીવો જોઈએ. આ સિવાય દરરોજ એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પીવાથી જીવનભર નેત્ર જ્યોતિ ટકી રહે છે.

-પગના તળિયા ઉપર સરસિયાના તેલથી માલિશ કરીને સૂઓ. સવારના સમયે ઊઘાડા પગે લીલા ઘાસ ઉપર ચાલો અને નિયમિત રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો આંખોની નબળાઈ દૂર થઈ જશે અને આંખોના ચશ્મા ઉતરી જશે.

-આમળાને અમૃત ફળ માનવામાં આવે છે. અમૃત અનેક રોગો માટે ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે. આમળા આપણા સ્વાસ્થ્યની સાથે આપણી આંખો માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આંખોનું તેજ જાળવી રાખવા આમળાનું સેવન કરવું જોઈએ સાથે જ આમળાના પાણીથી આંખો ધોવાથી અથવા આંખોમાં ગુલાબજળના કેટલાક ટીપાં નાંખવાથી આંખો સ્વસ્થ રહે છે.

-ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળીને સવારે ગાળીને તે પાણીથી આંખો ધોવાથી નેત્ર જ્યોતિ વધે છે. સાથે જ તેનાથી નાક, કાનના બધા રોગો દૂર થાય છે.

-લીંબુ અને ગુલાબજળને સમાન માત્રામાં મિક્ષ કરીને એક-એક કલાકના અંતરેથી આંખોમાં નાંખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખોની જ્યોતિ તેજ થાય છે.

-એક ચમચી પાણીમાં એક ટીપુ લીંબુનો રસ નાંખીને બે-બે ટીપા કરીને આંખોમાં નાંખો, તેનાથી આંખો સ્વસ્થ રહેશે.

-રોજ દિવસમાં કમ સે કમ બે વાર પોતાની આંખો ઉપર ઠંડા પાણીના છાલક જરૂર મારવી જોઈએ.

1 થી 2 ગ્રામ સાકર તથા જીરાને 2થી 5 ગ્રામ ગાયના ઘીની સાથે ખાવાથી તથા લેંડીપીપરને છાંશમાં ઘસીને આંજવાથી રતાંધણાપણામાં ફાયદો થાય છે.

-ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસને કાપીને 10 મિનિટ આંખો ઉપર રાખો. પાણી વધુ પીવો. પાણીની ખામીથી આંખો ઉપર સોજા જોવા મળે છે. સૂવાના 3 કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ. એમ કરવાથી આંખો સ્વસ્થ રહે છે.

-કાળી તુલસીના પાનનો રસ બે-બે ટીપા 14 દિવસ સુધી આંખોમાં નાંખવાથી રતાંધણાના રોગમાં લાભ થાય છે. આ પ્રયોગથી આંખોની પીળાશ પણ દૂર થાય છે.

-હળદરની ગાઠને તુવર દાળમાં ઉકાળીને, છાયડામાં સૂકવીને, પાણીમાં ઘસી સૂર્યાસ્ત પહેલા દિવસમાં બેવાર આંખોમાં કાજળની જેમ લગાવવાથી આંખોની લાલાશ દૂર થઈ જાય છે અને આંખો સ્વસ્થ રહે છે.
રાત્રે સૂતી વખતે દીવેલ અથવા મધ આંખોમાં નાખવાથી આંખોની સફેદી વધે છે.

-બિલિપત્રનો 20 થી 50 ગ્રામ રસ પીવાથી અને 3-5 ટીપા આંખમાં કાજળની જેમ લગાવવાથી રતાંધણાપણુ દૂર થઈ જાય છે.

-ગુલાબ જળમાં ભીંજવેલ રૂનું પૂમડું આંખો ઉપર એક કલાક બાંધવાથી ગરમીથી થતી પરેશાનીઓમાં તરત જ આરામ મળી જાય છે.

આ પોસ્ટ અચૂક શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોચાડો !!

Advertisements

VALENTINE SPECIAL

Posted: ફેબ્રુવારી 11, 2016 in અવર્ગીકૃત

પ્રેમ કેટલો મહાન છે અને એનું મહત્વ શું છે !
ઘણા વખત પહેલાંની વાત છે.એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાનાં ઘર બનાવીને રહેતાં હતાં. સુંદરતા, આનંદ, ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ બાજુમાં રહેતાં હતાં.એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમાં પ્રેમ રહેતો હતો.એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યું કે તે દિવસે સાંજસુધીમાં ટાપુ ડૂબી જશે. દરિયાને તળિયે બેસી જશે.
બધી જ લાગણીઓ તેમ જ ગુણોએ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથ…ી પ્રયાણ શરૂ કરી દીધું. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો.જાણે એને જવાની કોઈ જ ઉતાવળ ન હોય એમ એ ફરતો હતો. બધાંને નવાઈ લાગી. પણ સૌ પોતપોતાની રીતે ભાગવાની પેરવીમાં હતાં. એટલે પ્રેમની પંચાત કરવા કોણ બેસે ? હકીકતમાં પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વહાલ હતું. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માંગતો હતો…
જેમ જેમ સાંજ પડવા લાગી તેમ તેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડૂબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ જ વહાલ કર્યું. એનીજમીનના કણે કણને એણે વહાલથી નવડાવી દીધો. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો. હવે પાણી વધવા લાગ્યું. જ્યારે પ્રેમના ઘૂંટણ પાણીમાં ડૂબવા લાગ્યા ત્યારે એને થયું કે હવે ટાપુ છોડીને જવાનો સમય આવી ગયો છે. પણ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી. મદદ માટે બૂમ પાડવીતો કોને પાડવી ? બસ, તે જ વખતે ત્યાંથી સમૃદ્ધિની હોડી નીકળી. પ્રેમે પૂછ્યું કે, ‘બહેન સમૃદ્ધિ !તું મને તારી હોડીમાં જોડે લઈ જઈશ ? નહીંતર હમણાં જ હું ડૂબી જઈશ….’
સમૃદ્ધિએ પોતાની હોડીમાં એક નજર નાખીને કહ્યું કે, ‘માફ કરજો પ્રેમ ! મારી આખી હોડી સોના, ચાંદી તેમજ હીરાઝવેરાતથી ભરેલી છે. એમાં તારા માટે ક્યાંય જગ્યા જ નથી !’ આટલું કહીને પ્રેમ તરફ બીજી નજર પણ નાખ્યા વિના સમૃદ્ધિ ચાલી ગઈ.એની પાછળ પાછળ હોડી લઈને આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી, ‘હે સુંદરતા ! તું મને તારી હોડીમાં લઈ જઈશ ?’ પોતાની જાત પર અને પોતાની હોડી પર મગરૂર એવી સુંદરતાએ કહ્યું, ‘માફ કરજે પ્રેમ ! તું એટલો ભીનો છે કે મારી આ સુંદર હોડીને બગાડી નાખીશ. આમેય મને બધું સુંદર ચોખ્ખું જ ગમે છે તે તું પણ જાણે જ છે!!
મને આ રીતે મારી જાતને કે હોડીને ભીની કરવામાં જરા પણ રસ નથી !’ અને એ પણ આગળ ચાલી ગઈ. પાણી હવે કેડ સમાણું થઈ ગયું હતું. ત્યાં જ પ્રેમે ઉદાસીનતાની હોડીને પસાર થતી જોઈ.પ્રેમે બૂમ પાડી કે, ‘અરે ! ઉદાસીનતા, મને તારી જોડે લઈ લે. મહેરબાની કરીને મને બચાવી લે.’ પણ ઉદાસીનતા તો જડસુ હતી. એ કહે, ‘માફી માગું છું તારી ઓ પ્રેમ ! હું એટલી બધી ઉદાસ છું કે તું મને એકલી જ રહેવા દે !’ એ પણ જતી રહી.
ત્યાંથી પસાર થઈ રહેલ આનંદ તો નાચગાનમાં એવો મશગૂલ હતો કે એણે પ્રેમને જોયો પણ નહીં અને એનો અવાજ પણ ન સાંભળ્યો !! પાણી ગળા સુધી આવી ગયું હતું. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસકો પડી ગયો. એ જોરથી રડવા માંડ્યો.ત્યાં જ એક ખૂબ જપ્રેમાળ અવાજ આવ્યો : ‘પ્રેમ ! રડ નહીં. ચાલ હું તને મારી હોડીમાં લઈ જાઉં !’પ્રેમે પાછળ જોયું તો એક ખખડધજ વૃદ્ધમાણસ પોતાની હોડી લઈને ઊભો હતો.
એણે પ્રેમનો હાથ પકડીને એને પોતાની હોડી પર લઈ લીધો. પ્રેમ એ વખતે બરાબર ડૂબવાની તૈયારીમાં જ હતો. અચાનક ઊગરી જવાથી પ્રેમ થોડી વાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી જ ન શક્યો. પેલા વૃદ્ધે તેને કિનારે ઉતાર્યો તોપણ એ કંઈ જ ન બોલ્યો.બસ મૂંગા મૂંગા પેલા વૃદ્ધનો તેણે આભાર માન્યો. પેલો વૃદ્ધ માણસ તો પ્રેમને ઉતારીને પોતાના રસ્તે આગળ ચાલી ગયો.
અચાનક પ્રેમને યાદ આવ્યું કે ડૂબી જવાની બીકમાં અને બચી જવાની ખુશીમાં પોતે પોતાને બચાવનાર વૃદ્ધનું નામ પૂછવાનું તો ભૂલી જ ગયો ! આટલો નાનકડોશિષ્ટાચાર પણ પોતે ન દાખવી શક્યો એનોએને પારાવાર અફસોસ થવા લાગ્યો. એ દોડતો દોડતો જ્ઞાનના ઘરે ગયો. બારણું ખખડાવ્યું. જ્ઞાન બહાર આવ્યું. પ્રેમે એને બધી વાત કરી. પછી એ વૃદ્ધ માણસ કોણ હોઈ શકે તે પૂછ્યું. જ્ઞાને પોતાની આંખો બંધ કરી.
થોડી વારે આંખ ખોલીને જ્ઞાને કહ્યું, ‘તને બચાવનાર સમય હતો !’પ્રેમને નવાઈ લાગી. એનાથી પુછાઈ ગયું કે, ‘હે જ્ઞાન ! જ્યારે કોઈ કરતાં કોઈ જ મને મદદ કરવા તૈયાર નહોતું ત્યારે ફક્ત સમયે જ મને શા માટે મદદ કરી ?’ જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવો જવાબ આપ્યો : ‘કારણ કે ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટલો મહાન છે અને એનું મહત્વ શું છે !’

જલા દો ઈસે ફુંક ડાલો યે દુનિયા…!!

Posted: ફેબ્રુવારી 9, 2016 in અવર્ગીકૃત

એક ચાર વર્ષનો ભાઈ અને,એની છ વર્ષની બહેન બંને ભાઇ બહેન,બજાર મા ફરવા નીકળ્યા છે. નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે. થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે..બહેન આવે છે કે નહીં..!!રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે..ભાઈ નજીક આવી ને પૂછે છે..કેમ તારે કાંઇ લેવુ છે..??
બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું ભાઈ એ બહેન ની આંગળી પકડી અને એક વડીલ ની અદા થી બહેન ને એ ઢીંગલી હાથ મા આપી,બહેન ખુબ જ ખુશ થઇ કાઉન્ટર પર બેઠેલો વેપારી..આ ભાઈ બહેન ને બહાર થી જોતો હતો અને ભાઈ નામાસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતો હતો..!! કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો આ ઢીંગલી નુ શું છે..? જીવતર ને ઘોળીને પી ગયેલા એ વેપારી એ કહ્યું તમારી પાસે શું છે..? બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા પેલા વેપારીએ એજ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી..અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા.. બાળકે કહ્યું..કેમ ઓછા છે..? વેપારી કહે ના આમાંથી તો વધશે..!! વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં…!! પણ એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી..?? વેપારી એ કહ્યું ભાઈ આપણે મન આ છીપલા છે..એને મન તો એની સંપતિ છે..!! અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા..ત્યારે એ આ ઘટના એને યાદ આવશે અને એ પણ આવી જ રીતે કોઈની મદદ કરશે
અને આજ જો મે એને ઢીંગલી ના આપી હોત તો એ વિદ્રોહ ની આગ લઈ ને ઉઠત…કે
જલા દો ઈસે ફુંક ડાલો યે દુનિયા…!!
તુમ્હારી હૈ તુમ્હી..સંભાલો યે દુનિયા….!!!

ચિત્રકાર

Posted: ફેબ્રુવારી 8, 2016 in અવર્ગીકૃત

ઇટાલીના મિલાન શહેરમાં રહેતા એક ચિત્રકારને વિચાર આવ્યો કે મારે ભગવાન જેવું જીવન જીવતા માણસનું ચિત્ર દોરવું છે…
આ માટે એ એવા ચહેરાની શોધમાં નિકળ્યો જે ભગવાન જેવો નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હોય…
બહુ શોધખોળના અંતે એક નાના બાળક પર તેને પોતાની પસંદગી ઉતારી,
5-6 વર્ષનું આ બાળક ખરેખર ભગવાન જેવું જ નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હતું
પેલા ચિત્રકારે આ બાળકનું ચિત્ર બનાવ્યુ અને નામ આપ્યુ ” God in man “.
વર્ષો પછી આ ચિત્રકારને પોતાની વૃધ્ધાવસ્થામાં દુનિયાને એક બીજુ ચિત્ર આપવાની પણ ઇચ્છા થઇ કે દુનિયાને શયતાનનો પણ પરિચય કરાવવો છે અને શયતાન જેવું જ જીવન જીવતા માણસનું ચિત્ર બનાવવું છે.
આ માટે એ શયતાની ચહેરાની શોધમાં નિકળ્યો.
જેલમાં સજા કાપી રહેલા અને લોકોની હત્યાના આરોપીને એણે આ ચિત્ર માટે પસંદ કર્યો.
પેલા કેદીને આ વાતની ખબર પડી ત્યારે તે રડવા માંડ્યો.
બધાને આશ્વર્ય થયુ કે આ રડે છે કેમ ?
જ્યારે ચિત્રકારે કેદીને રડવા માટેનું કારણ પુછ્યુ ત્યારે પેલા કેદીએ એટલું જ કહ્યુ કે ” ચિત્રકાર મહાશય તમે મને ભુલી ગયા છો પણ મને તમારો ચહેરો બરોબર યાદ છે…
વર્ષો પહેલા ભગવાનનું ચિત્ર દોરવા માટે તમે જે બાળકની પસંદગી કરી હતી તે હું જ છુ.”
આ વાર્તા નહી વાસ્તવિકતા છે…
બધા જ બાળકો નિર્દોષ , નિખાલસ અને પ્રેમાળ જ હોય છે એને હિટલર કે ગાંધી આપણે જ બનાવીએ છીએ.
આપણા વર્તનને કારણે કોઇ પરમાત્માથી શયતાન બનવા તરફ આગળ ન વધે એટલું ધ્યાન રાખીએ તો પણ ઉપરવાળાનો ચહેરો મલકી ઉઠશે અને માણસને શયતાન બનાવવાનું કામ કરતા હોઇશું તો મંદિરની આરતી , મસ્જીદની નમાજ કે ચર્ચની પ્રેયર પણ પરમાત્માના ચહેરા પરની વેદના દુર નહી કરી શકે…

જીવનની સંગ સંગ……………………………………..

Posted: ડિસેમ્બર 16, 2013 in અવર્ગીકૃત
 • જન્મ  અને  મૃત્યુ બંને શબ્દો અઢી અક્ષરના છે. અને  બંને અઢી અક્ષરના શબ્દો વચ્ચેનો ગાળો જીવન  છે. આ જીવન શબ્દમાં ત્રણેય જીવનનું ઐશ્વર્ય છે. જીવનમાં વન છે, ઉપવન છે, અને તપોવન પણ છે.
 • એકાંત જેવો શ્રેષ્ઠ મિત્ર કોઈ નથી . જે માણસ એકાંતને માણતો નથી કે જાણતો નથી એને જીદગીની સાચી  સમજ નથી, એકાંતનો અર્થ હું  છુ મારી સાથે છુ અને મારા પુરતો છુ, એકલતામાંથી દુઃખ જન્મે છે, કારમી છે, પણ એકાંત નો આનંદ માની શકાય છે.
 • જે માણસ પોતાના સંકલ્પમાં , નિર્ણયમાં , પ્રતિજ્ઞામાં દ્રઠ અને  અટલ  હોય તે જ મનુષ્ય દુનિયાને  પોતાની રીતે બદલી શકે, હિમતથી નિર્ણય લેવો તેનું નામ પ્રતિજ્ઞા કે સંકલ્પ.
 • પ્રેમ જ્યારે પરાકાષ્ઠાએ પહોચે છે ત્યારે કરુણાનું સ્વરુપ લે છે, અને કરુણાનું સવરૂપ પ્રગટ થાય ત્યારેજ સાચો પ્રેમ પ્રગટ જન્મે અને પ્રેમ નું સ્વરૂપ જ્હોવા મળે.  

 

 

આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતીઓ’, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.

આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓ, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી ‘બે પૈસા’ કમાઈ રહ્યા છે.

વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને.

‘મનીમાઈન્ડેડ’ તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે ‘કંઈ પણ’ કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા ‘કંઈ પણ’ કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી ‘કબૂતર’ બનવા તૈયાર થઈ જાય છે.. આ ‘કબૂતરો’નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!) આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે.

આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે.

(ઓ…કખે…ગાય્ઝ એન્ડ ગા…લ્ઝ….હું છું…ત…મા…રો…… દો…સ્ત…ઍન્ડ…હો..સ્ટ… વિનુ…વાહિયાત…. ઍન્ડતમે લિસન કરી રહ્યા છો…રેડિયો ચારસો વીસ…. ઈ…ટ…સ…રો…કિં…ગ…)

આવી રીતે ગુજરાતી ભાષાના ‘સિસ્ટર મેરેજ’ કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)

પરદેશી, પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે ‘ચાઈનીઝ ભેળ’. આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા અને ફરાળી પિઝા મળે છે! અને તમને કહી દઉં બોસ, હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !)

સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાન?? શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે ‘પીવા’ના પણ શોખીન છે. આ ‘પીવા’નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ ‘પીવાય’ છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે.. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.

ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ.

ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં,પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ, હોં ભઈ!) આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા ‘ફ્લેક્સિબલ’ ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં.

વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ…ક્રિકેટ…અને માત્ર ક્રિકેટ…) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે’અમે, અમારા જમાનામાં બહુ રમતા’તા હોં ભઈ!’

વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)

દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)

રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)

ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક – ટુ વ્હીલર અને બીજો – મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું.’ હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું.’ ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી’ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ’. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)

ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.’ આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….

ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાત?ઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. ‘એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું ?’ આવી તાસીર જ આપણને ‘જીદ કરી દુનિયા બદલવાની’ શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો, બરાબરને ભઈ?)

હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?

જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ ‘ગુજરાતી ગૌરવ ગાથા’ ને આગળ ધપાવો……………………….

અસાઈડ  —  Posted: ડિસેમ્બર 14, 2013 in અવર્ગીકૃત

ભારતનો રાષ્ટ્રધ્વજ

Posted: જુલાઇ 9, 2010 in અવર્ગીકૃત

ભારતનો રાષ્ટ્રધ્વજ

ભારતનો રાષ્ટ્રધ્વજ

ભારતની આઝાદી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં ચોવીસ દિવસ પહેલા તા. ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ ‘બંધારણ સભા’ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કિ કરવામાં આવેલ. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.

૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યાen:Pingali Venkayya દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નિચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા ભૂરા (navy blue)રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાનીં પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનો ગુણોત્તર ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.

મુળ રેત પથ્થરનો અશોક સ્થંભ, સારનાથ સંગ્રહાલયમાં રક્ષિત.

અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણે આ ધ્વજ હાથ વણાટની ખાદીનાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ.આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ નિયમો (Indian Flag Code) ઘડવામાં આવેલ છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે.

રંગોની માહિતી

અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે.

Scheme HTML (વેબ પેજ માટે) CMYK (છાપકામ માટે) Textile color (કાપડ માટે) Pantone (-)
(કેશરી) Saffron #FF9933 0-50-90-0 Saffron (કેશરી) 1495c
(સફેદ) White #FFFFFF 0-0-0-0 Cool Grey (કૂલ ગ્રે) 1c
(લીલો) Green #138808 100-0-70-30 India green (ઇન્ડીયન ગ્રીન) 362c
(ઘેરો ભૂરો) Navy blue #000080 100-98-26-48 Navy blue (ઘેરો ભૂરો) 2755c

ધ્વજ ભાવના

અશોક ચક્ર, ધર્મનું ચક્ર”

ભારતની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે “ત્રિરંગો” તરીકે ઓળખાતો, ‘કેશરી’,’સફેદ’ અને ‘લીલા’ કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે અશોક ચક્ર ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. સર્વપલ્લિ રાધાક્રિશ્નન, કે જે પછીથી ભારતનાં પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે,

ભગવો અથવા કેશરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશીત કરશે. અને લીલો કલર આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેની પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ અશોક ચક્રધર્મચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. ભારતમાં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે.”

બહોળા અનધિકૃત અર્થમાં કેશરી રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ ઉત્પાદકતા અને ચક્ર ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે.

ઇતિહાસ

બ્રિટિશ ભારતનો ધ્વજ

બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ

(કલકત્તા)કોલકાટા ધ્વજ,સુરેન્દ્રનાથ બેનરજીએ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) કોલકાટામાં લહેરાવેલ

ભિખાયજી કામા દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો વંદેમાતરં લખેલ)

હોમરૂલ ચળવળ દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭

૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે ચરખો)

૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો ચરખો છે.

૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે ભારતીય નૌસેનાનાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.

આઝાદ હિંદ નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં આઝાદ હિંદ ફોજ માટે ફરકાવાયેલ.

 • ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, સ્વામિ વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ(Sister Nivedita’s Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ (“বন্দে মাতরম”)લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા.
 • પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા “પારસી બાગાન ચોક” કોલકાટામાં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાટા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નિચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં.વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્ દેવનાગરી ભાષામાં લખેલ હતું.
 • ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ ભિખાયજી કામા (en:Bhikaiji Cama) એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નિચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લીપીમાં “વંદેમાતરં” લખેલ હતું.નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા,વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ.
 • બાલ ગંગાધર ટિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ હોમરૂલ ચળવળ માટે એક નવો ધ્વજ પસંદ કરાયો,જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં “યુનિયન જેક”(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો.ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો.
 • ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં “પિંગાલી વૈંકય્યા” એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો,તેમની તરફ “ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન” ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું.ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. “પિંગાલી વૈંકય્યા” લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા,પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં.
 • મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ,વચ્ચે લીલો અને નિચે લાલ રંગના આડા પટ્ટા હતા,જે લઘુમતિ ધર્મો,મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા “આયરલેન્ડ”નાં ધ્વજનાં આધારે બનાવાયેલ,કારણકે “આયરલેન્ડ” પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું.આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ,જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં.આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં.
 • ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા.૧૯૨૪ માં કોલકાટામાં મળેલ “અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે” જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં “ગેરૂ” રંગનું સુચન પણ થયું.જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું.
 • આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ “કોંગ્રેસ કાર્યકારી સમિતી” દ્વારા સાત સભ્યોનીં “ધ્વજ સમિતી” નીં રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો,સોનેરી-પીળો (golden-yellow) (કે જે “ગેરૂ” પણ કહેવાય)રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.
 • છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાંચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો,અને “પિંગાલી વૈંકય્યા” નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી,સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું.
 • આજ સમયે “ભારતીય રાષ્ટ્રીય સેના” (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નિચે “આઝાદ-હીંદ” લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો.જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝ નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો.આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝ નાં હસ્તે મણીપુર માં ફરકાવાયેલ.

ઉત્પાદન પ્રક્રિયા

ધ્વજ પ્રમાણમાપ
માપ એમ.એમ.
૬૩૦૦ × ૪૨૦૦
૩૬૦૦ × ૨૪૦૦
૨૭૦૦ × ૧૮૦૦
૧૮૦૦ × ૧૨૦૦
૧૩૫૦ × ૯૦૦
૯૦૦ × ૬૦૦
૪૫૦ × ૩૦૦
૨૨૫ × ૧૫૦
૧૫૦ × ૧૦૦

૧૯૫૦ મા ભારત ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંશ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા,જે ૧૯૬૪ માં ભારતમાં મેટ્રિક પધ્ધતિ દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે.

ખાદી અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.ખાદી બનાવવા માટે કાચામાલ તરીકે સુતર,ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ.

કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંશ્થામાં મોકલવું પડે છે,જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોક ચક્ર ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે.

રાષ્ટ્રધ્વજ આચારસંહિતા(flag protocol)

૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ (en:Naveen Jindal) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહીતનીં એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા,પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું,આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે.જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે,અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન.ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું.કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતા માં સુધારો કરી,૨૬ જાન્યુઆરી,૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમાં અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી.

રાષ્ટ્રધ્વજનું સન્માન

ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં,૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે.પરંતુ કમરથી નિચેનાં કપડાં,આંતરવસ્ત્રોમાં,ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down),કશાનીં અંદર ઉંડાઇમાં,કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી.

રાષ્ટ્રધ્વજની જાળવણી

રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.

રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે.

રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી શ્થિતીમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે.આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે,અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. Tradition also states that when draped vertically, the flag should not merely be rotated through 90 degrees, but also reversed. One “reads” a flag like the pages of a book, from top to bottom and from left to right, and after rotation the results should be the same.(ભાષાંતર ?)

ભીંત પર પ્રદર્શન

IndiaFlagTwoNations.png

અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે

જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી.

અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં,અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે,રાષ્ટ્ર્ધ્વજને વર્તુળનીં શરૂઆતનાં શ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે.

જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (en:United Nations) નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનોં રીવાજ છે.

રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે

IndiaFlagNonNational.png

રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે,નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો,જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોયતો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે.

આંતરીક પ્રદર્શન માટે

જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો.

ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો.

courtesy http://gu.wikipedia.org/