ટીમવર્કથી મળે છે શ્રેષ્ઠ પરિણામ

Posted: જૂન 28, 2010 in અવર્ગીકૃત

મોટા ભાગે આપણે લોકોને એવું કહેતાં સાંભળતાં હોઈએ છીએ કે ‘અમારા બિઝનેસમાં કામ તો ભરપૂર છે, પરંતુ અમારી પાસે તેને પરિણામ સુધી પહોંચાડી શકે તેવા લોકો નથી.’ ‘અમારા મેનેજર એટલા સક્ષમ નથી.’, ‘ખરેખર તો એ વાતની ઓળખ કરવી બહુ મુશ્કેલ છે કે, અમારા કર્મચારીઓની યુવા પેઢી આખરે સંસ્થા પાસેથી શું અપેક્ષા રાખે છે? તેમની મનોવૃત્તિ અસ્થિર હોય છે. આ સ્થિતિમાં અમે તેને શ્રેષ્ઠ પ્રદર્શન માટે કેવી રીતે પ્રેરિત કરી શકીએ?’ ‘હું અમારા મેનેજરો તેમજ લીડરોને નેતૃત્વની કળા શીખવવાની કોશિશ કરું છું, પરંતુ લાગે છે કે તેનાથી કંઈ નહીં થાય.’ વૈશ્વિક સ્તરે કુશળ મેનેજરોની કમી છે.

આ પરિસ્થિતિ ત્યારે છે જ્યારે દુનિયાભરમાં શિક્ષણ સંસ્થાઓ અને મેનેજર બનવાની મહેરછા ધરાવતા લોકોની સંખ્યા વધી છે. યુવાઓ મેનેજમેન્ટના સિદ્ધાંત શીખી લે છે, કોર્પોરેટ કેસ સ્ટડીઝ અંગીકાર કરી લે છે, એ સમજી લે છે કે તેનું કેવી રીતે સમાધાન કરી શકાશે, બીજા સાથે સારી રીતે સંવાદ સાધવાનું અને વસ્તુઓને યોગ્ય રીતે રજૂ કરવાનું પણ જાણી લે છે, છતાં વૈશ્વિક ક્ષિતિજ પર પ્રબંધકિય પ્રતિભાઓની કમી નજરે ચઢે છે.

એક વ્યાપક ધારણા છે કે પોતાના કાર્યક્ષેત્રનું સમગ્ર જ્ઞાન હાંસલ કરવું અને તેના હિસાબે કામ કરવું જ મેનેજમેન્ટ છે. શું આ સત્ય છે? ના. જો માત્ર જ્ઞાન અને માહિતી જ મુખ્ય બાબત હોત તો આજે ઇન્ટરનેટ જેવા માઘ્યમ અને ઉરચ સ્તરની ઇન્ટેલિજન્સ પ્રતિભા છતાં શા માટે આપણી સંસ્થાઓ શ્રેષ્ઠ પરિણામ નથી મેળવી શકતી? કારણ આ કોઈ એકની ક્ષમતા પર આધારિત નથી. તે ટીમની ક્ષમતા પર નિર્ભર છે, જયાં સૌ હળીમળીને કામ કરીને શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરે.

હાલના જ વલ્ર્ડકપમાં ભારત-ઓસ્ટ્રેલિયા વરચેની મેચનું જ ઉદાહરણ લો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૫-૨ થી હરાવી દીધું. ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડી પણ બીજા જેટલા જ પ્રતિભાશાળી કે પછી કહોને કે દુનિયાની મુખ્ય ટીમોના ખેલાડીઓ કરતાં પણ શ્રેષ્ઠ છે, પરંતુ આ મેચમાં કેટલાક ખેલાડીઓ વ્યક્તિની જેમ રમ્યા, જાણે કે બાકીની ટીમ ત્યાં હોય જ નહીં! લાગે છે કે આપણા ખેલાડીઓ એ જ ચિંતામાં રહે છે કે જીતનો તાજ કોના માથે આવશે.

અહીંયાં સમસ્યા એ છે કે લોકો માત્ર પરિણામને જ સમજે છે. એ નથી સમજતાં કે પરિણામ કેવી રીતે મળ્યું. ફંડા એ છે કે વ્યક્તિઓના દમ પર શ્રેષ્ઠ પરિણામ હાંસલ ન કરી શકાય. એક લીડરના નેતૃત્વમાં જ કુશળ લોકોની ટીમ દ્વારા સારાં પરિણામો સાંપડતાં હોય છે.

Leave a comment